વર્ષ ૨૦૨૧ના કેસમાં લીંબડી કોર્ટનો ચુકાદો દોષિતે બાળક સાથે દુષ્કૃત્ય આચરી વીડિયો વાઇરલ કર્યો હતો સજાની સાથે દંડ અને પીડિતને વળતર ચુકવવા કોર્ટનો આદેશ
સાયલા તાલુકાના એક ગામના સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કાર્ય કરનાર શખ્સને લીંબડી કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિતને સજાની સાથે દંડ અને વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે.
સાયલા તાલુકાના એક ગામમાં ૧૦ વર્ષના બાળક પર ૨૯મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કાનજી જેસીંગભાઈ રંગપરા તથાં વિપુલ ભોપાભાઈ કોળીએ તેની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી વિડિયો બનાવીને સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. આ બનાવ સગીરના પિતાના ધ્યાને આવતા સાયલા પોલીસ મથકે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઝડપી પાડી કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની લેખિત તથાં મૌખિક અને ૨૫ સાક્ષી તથાં દસ્તાવેજી પુરાવાઓ અને ૧ બનાવ વાળી ડીવીડીને ધ્યાનમાં રાખીને લીંબડી કોર્ટેના સ્પેશયલ જજે દલીલોને ધ્યાનમાં રાખીને કાનજી જેસીંગભાઈ રંગપરાને ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અને જો દંડની રકમ ના ભરે તો વધુ ૧ વર્ષની સજા ફટકારવાનો કોર્ટે હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂ. ૭૫ હજાર ચુકવવાનો હુકમ કર્યોે હતો. જ્યારે અન્ય આરોપી વિપુલ ભોપાભાઈ કોળીનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…