Subscribe for notification
Categories: Dhrangadhra

ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તારમાં જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા, 5 ફરાર

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન પરોઢિયા સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી રેઇડમાં ગુડદી પાસાનો જુગાર રમતા 2 શખ્સો સંજયભાઈ પ્રભુભાઈ નાકિયા તથા માત્રાભાઈ નાનુભાઈ ભરવાડને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 2,350 રૂપિયાની રોકડ રકમ અને 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન સહિત કુલ 12,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જોકે, રેઇડ દરમિયાન હર્ષદભાઈ સિંધવ, ધમો કિશોરભાઈ ખારબ, ગૌતમભાઈ મેવાડા, જીતુભાઈ અને પ્રિન્સભાઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં પોલીસે ઝડપાયેલા 2 અને ફરાર 5 મળી કુલ 7 શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago