ધ્રાંગધ્રા શહેરના ક્લબ રોડ વિસ્તારમાં વહેલી સવારે એક ભારે વાહનની ટક્કરથી વીજપોલ જમીનદોસ્ત થવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે વીજ વાયરોમાં જોરદાર શોર્ટ સર્કિટ થતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. સદભાગ્યે, આ ઘટના સમયે રસ્તા પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતા જ PGVCLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે વીજ પ્રવાહ બંધ કરી સમારકામ શરૂ કર્યું હતું. વીજપોલ ધરાશાયી થવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો. સ્થાનિક લોકોએ ભારે વાહનોના ત્રાસ સામે રોષ વ્યક્ત કરી તંત્ર પાસે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. વીજ વિભાગ દ્વારા નવા પોલ નાખવાની કામગીરી હાથ ધરી પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…