સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કાળા રંગની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી (નંબર GJ-01-RL-6080) માં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ગાડીને આંતરી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભચાઉના કાકરવા ગામના હિતેશભાઈ વાલજીભાઇ મણકા નામના આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે રાપરનો મુન્નાભાઈ શોઢા નામનો અન્ય એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે.
પોલીસે ઘટનાસ્થળેથી 5,00,000 રૂપિયાની કિંમતની ક્રેટા કાર, બે મોબાઈલ ફોન અને દારૂની બોટલો મળી કુલ 7,93,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI વી.આઇ. ખડીયાએ આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…