થાનમાં રહેતા એક યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થાનના આઝાદ ચોક વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અજયભાઈ વિનયકાંતભાઈ વોરા, જેઓ વિજય ઈન્વેસ્ટમેન્ટમાં નોકરી કરે છે, તેમને 13-2-2026ના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન કરનાર શખ્સે હિન્દીમાં વાત કરી ક્રેડિટ કાર્ડ પર લાગતો વાર્ષિક ચાર્જ બંધ કરી દેવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે ઠગે પોતાનું નકલી આઈડી કાર્ડ પણ વોટ્સએપ પર મોકલ્યું હતું.
ત્યારબાદ આ ઠગે એક APK ફાઈલ મોકલી હતી. શરૂઆતમાં પ્રોસેસ ન થતા, બીજા દિવસે ફરી ફોન કરીને અજયભાઈને જ તે ફાઈલ ખોલવા દબાણ કર્યું હતું. અજયભાઈએ જેવી આ ફાઈલ ડાઉનલોડ કરીને ક્રેડિટ કાર્ડની વિગતો ભરી, તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો.
ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી કુલ 87,980 ઉપડી ગયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. આ મામલે અજયભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેની વધુ તપાસ PI એન. એસ. પરમાર ચલાવી રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…