Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે રેકોર્ડબ્રેક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જિલ્લાના 578 ગામોમાંથી માટીના નમૂના એકત્ર કરીને અત્યાર સુધીમાં સર્વાધિક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

ગત વર્ષની સરખામણીએ આ આંકડામાં 8,000નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા પર અસર થઈ રહી છે, ત્યારે ખેડૂતોને તેમની જમીનમાં રહેલા પોષક તત્વોની ચોક્કસ માહિતી મળી રહે તે હેતુથી આ કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે.

જમીન ચકાસણી પ્રયોગશાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાના જણાવ્યા અનુસાર, ખેતરમાં 15 સેમીનો ખાડો કરી માટીના નમૂના લેવામાં આવે છે. આ હેલ્થ કાર્ડ જમીન માટે ‘એક્સ-રે’ સમાન કાર્ય કરે છે, જેમાં 12 જેટલા મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો તેમજ PH લેવલની વિગતો હોય છે. તેના આધારે ખેડૂતોને કયું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેની સચોટ વૈજ્ઞાનિક ભલામણ મળે છે.

તાલુકો નમૂનાઓની સંખ્યા
દસાડા 3,115
ચોટીલા 2,905
સાયલા 2,485
ધ્રાંગધ્રા 2,275
લીંબડી 2,100
મુળી 1,890
વઢવાણ 1680
લખતર 1505
ચુડા 1260
થાનગઢ 1015

ખેડૂતોના જણાવ્યા મુજબ, સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખેતી કરવાથી ખાતરના બિનજરૂરી વપરાશમાં 8% થી 10% નો ઘટાડો થયો છે. સામે પક્ષે વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે પાક ઉત્પાદનમાં 10% થી 20% સુધીનો વધારો શક્ય બન્યો છે. આમ, સમતોલ ખાતર વ્યવસ્થાપનથી ખેતી ખર્ચ ઘટતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago