Subscribe for notification
Categories: Surendranagar

ચોટીલામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા: વરિયાળીનો પાકને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં કરા સાથે વરસાદ વરસતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

જોકે, આ કુદરતી આફત ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે. મોટા કાંધાસર ગામે વરિયાળીના ઊભા પાક પર કરા પડવાને કારણે પાક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનાથી જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.

આ કરાના વરસાદ દરમિયાન પશુઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. વરસાદ અને તેજ પવનને કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. માવઠાની સાથે કરા પડતા ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કરાનો વરસાદ જોઈ લોકોમાં નવાઈ હતી, તો બીજી તરફ પાયમાલ થયેલા પાકને જોઈ ખેડૂતોની આંખોમાં આંસુ હતા.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago