Chotila

ચોટીલામાં વ્યાજખોરો લોન મેળો અને જન સંપર્ક સભા યોજાઈ

ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલી ચામુંડા ધર્મશાળા ખાતે ચોટીલા પોલીસ ડિવિઝન દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનારા વ્યાજખોરો વિરુદ્ધ એક વિશેષ જન સંપર્ક સભા અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં થાન, ચોટીલા અને આણંદપુર વિસ્તારના 150 થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજખોરોના શારીરિક અને માનસિક ત્રાસથી પીડાતા લોકોએ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. જેને ધ્યાને લઈ Dysp સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીડિતોને વ્યાજખોરો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

વ્યાજની ચુંગાલમાં ફસાયેલા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સ્થળ પર વિવિધ બેંકોના મેનેજરોની ઉપસ્થિતિમાં લોન મેળો યોજાયો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને સરળતાથી અને કાયદેસરની લોન ઉપલબ્ધ કરાવી વ્યાજખોરોથી બચાવવાનો હતો.

બેંક અધિકારીઓએ પાત્રતા ધરાવતા અરજદારોને તાત્કાલિક લોન મળે તે માટે પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસ તંત્રના આ પ્રજાલક્ષી અભિગમથી સ્થાનિકોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. કાર્યક્રમમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓએ લોકોને કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago