Subscribe for notification
Categories: Chotila

ચોટીલા મામલતદાર કચેરીના સ્ટાફને ધમકી આપનાર પ્રતાપ ઉર્ફે લાલો બોરીચા જેલ હવાલે

ચોટીલા મામલતદાર કચેરીની ટીમ જ્યારે ખનિજ ચોરી રોકવા માટે તપાસમાં હતી, ત્યારે તેમની કામગીરીમાં રૂકાવટ કરી ધમકી આપનાર આરોપી પ્રતાપ ઉર્ફે લાલા આપાભાઇ બોરીચાને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આરોપી ખનિજ ચોરીની રેકી કરતો હતો અને કર્મચારીઓ પર નજર રાખી તેમની સાથે માથાકૂટ કરી ગર્ભિત ધમકીઓ આપી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

થાનગઢ પોલીસે વોરંટની અમલવારી કરી આરોપીને 13 માર્ચ 2026ના રોજ કોર્ટમાં રજૂ કર્યો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમો હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના જામીન રજૂ કરવા આદેશ કર્યો હતો, પરંતુ આરોપી જામીન રજૂ ન કરી શકતા તેને લીંબડી સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ પર દબાણ લાવનારા તત્વો સામે આ કડક કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago