સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ચાલતી મસમોટી ગેરકાયદેસર ખનીજ ચોરી પર પોલીસે લાલ આંખ કરી છે. લીંબડી DYSP, સુરેન્દ્રનગર LCB અને SOGની સંયુક્ત ટીમોએ પથ્થરની ખાણોમાં દરોડા પાડીને 5 થી વધુ ખાણોમાં ચાલતું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે.
આ ઓપરેશન દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ખોદકામ માટે વપરાતા 13 મશીનો અને વહન માટે વપરાતા 35 ડમ્પર કબજે કર્યા છે. આટલી મોટી કાર્યવાહીના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પોતે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
તપાસ દરમિયાન ખાણ વિસ્તારમાં વિસ્ફોટકોથી ભરેલા 15 જેટલા ડાર (Blasting holes) મળી આવતા સનસનાટી મચી ગઈ હતી, જેના નિરીક્ષણ માટે SOGની મદદ લેવામાં આવી છે. હાલ તમામ મુદ્દામાલ સાયલા મામલતદાર કચેરી અને ખાણ ખનીજ વિભાગના હવાલે કરવાની પ્રક્રિયા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં 14 જેટલી જમીનો પર ખનન ઝડપાયું હતું, જેમાં 2,67,69,00,000 રૂપિયાનો માતબર દંડ ફટકારવામાં આવ્યો હતો. વારંવાર થતી આ પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…