Chotila Circuit House Raid
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં સરકારી સર્કિટ હાઉસમાં ચાલી રહેલી અનિયમિતતાઓ સામે ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ લાલ આંખ કરી છે.
લાંબા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે, આરએન્ડબી (R&B) વિભાગના સંચાલન હેઠળના આ સરકારી ગેસ્ટ હાઉસમાં નિયમોનું ઉલ્લંઘન કરીને બિનસરકારી વ્યક્તિઓને આશરો આપવામાં આવે છે. આ બાતમીના આધારે ડેપ્યુટી કલેક્ટરે અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે.તપાસ દરમિયાન સર્કિટ હાઉસના રૂમોમાં ગેરકાયદેસર રીતે રોકાયેલા 4 શખ્સો ઝડપાયા હતા. આ વ્યક્તિઓ પાસે રોકાણ માટેના કોઈ માન્ય પુરાવા કે સત્તાવાર મંજૂરી નહોતી.
ઝડપાયેલા શખ્સોમાં રાજકોટના ગારીડાના હરેશ માવજીભાઈ ધાડવી, ચોટીલાના ગુંદા ગામના હરેશ પોલાભાઈ વાઘેલા, રાજપરાના અરવિંદ પાંચાભાઇ ચાવડા અને ગુંદાના ગોરધનભાઈ જાદવભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને ઝડપી પાડી મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને તેમની સામે જામીનગીરી સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.ડેપ્યુટી કલેક્ટરે આ મામલે સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક તપાસના આદેશ આપ્યા છે. સરકારી મિલકતનો દુરુપયોગ કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ કાર્યવાહીથી સરકારી આવાસમાં વગદાર લોકોના જોરે ઘૂસી જતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…