Subscribe for notification
Categories: Surendranagar

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વિશેષ ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એસોસિએશનના નિષ્ણાત તબીબોએ સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના દાંતની તપાસ કરવામાં આવી હતી અને તેમને મુખના આરોગ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

ડેન્ટલ તબીબોએ બાળકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મજબૂત દાંત માટે દિવસમાં 2 વખત બ્રશ કરવું અને મીઠી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઉપરાંત, ડોક્ટરોએ દૂધિયા દાંતનું મહત્વ સમજાવી બાળપણથી જ દાંતની કાળજી રાખવા પર ભાર મૂક્યો હતો. દાંતમાં દુખાવો, કાળા ડાઘ કે દુર્ગંધ જેવી સમસ્યાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા સૂચન અપાયું હતું. આ જાગૃતિ અભિયાનના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના…

11 hours ago