સુરેન્દ્રનગર એલીસીબી પોલીસે લીંબડી-રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે ચોક્કસ બાતમીના આધારે હોટલ પાસેથી આઈશરમાં પશુ આહારની આડમાં સંતાડેલો દારનો જથ્થો ઝડપી પાડયો છે.
એલસીબીએ આઇશરમાંથી ઈંગ્લીશ દારૂની ૭૭૮૧ બોટલ (કિં.રૂ.૮૭.૨૪ લાખ), બિયર ૯૨ ટીન (કિં.રૂ.૨૦,૨૪૦), આઈશર (કિં.રૂ.૧૦ લાખ), મોબાઈલ, પ્લાસ્ટિકના કટ્ટા, તાડપત્રી સહિત રૂ.૯૭.૭૪ લાખના મુદામાલ સાથે આઈશર ચાલક અચલારામ આશુરામ સિયાગ (રહે. રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. ચાલકની પૂછપરછ દરમિયાન ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર બાબજી, દારૂ ભરેલ ગાડી આપી જનાર, ટ્રકનો માલિક, દારૂનો જથ્થો મંગાવનાર સહિતના શખ્સોની સંડોવણી બહાર આવી હતી. આથી એલસીબીએ તમામ વિરુદ્ધ વઢવાણ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પોલીસે મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…