મુળી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની સરા-ધ્રાંગધ્રા ચોકડી પાસે એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રેતી ભરેલા ડમ્પરની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ રેતી ભરેલા ડમ્પર દ્વારા દારૂની હેરાફેરી કરી રહ્યા હતા અને ત્યારબાદ આ જથ્થો સ્વિફ્ટ કારમાં ઠાલવવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી નાની-મોટી કુલ ૧૦,૦૬૮ ઇંગ્લિશ દારૂ (૪૦,૪૭,૬૦૦ લાખ)ની બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત, રૂ. ૧૫ લાખનું ડમ્પર, રૂ. ૦૫ લાખની કાર, ૬ મોબાઈલ (૩૫ હજાર) અને રોકડ (૫૦ હજાર )મળી કુલ રૂ. ૬૧,૩૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એલીસીબીએ (૧) જીગ્નેશગીરી ભરતગીરી ગોસ્વામી (રહે.આગથળા ગામ, જિ.વાવ-થરાદ)(૨) ગણપતપરી કાલપરી ગોસ્વામી (૩) દિનેશગીરી રૂપગીરી ગોસ્વામી તમામ રહે.આગથળા (જી.વાવ થરાદ) અને (૪) એક કિશોરને ઝડપી પાડયા હતા. જયારે કાર માલિક, ડમ્પર માલિક, ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિતનાઓ હાજર મળી આવ્યા નહોતા. આથી એલસીબી પોલીસે ઝડપાયેલ ૦૪ શખ્સો અને હાજર મળી નહિ આવેલ ૦૪ શખ્સો સહિત ફૂલ ૦૮ શખ્સો સામે મુળી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…