Muli

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ રેન્જ IGની ટીમે સફળ દરોડો પાડ્યો છે.

સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચને અંધારામાં રાખીને પાડવામાં આવેલા આ દરોડાથી પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

રેન્જ IG ની ટીમને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભવાનીગઢની સીમમાં ધમધમતી દારૂની ચાલુ ભઠ્ઠી પર રેઇડ કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી 620 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 1,24,000) અને દારૂ બનાવવાનો 4000 લિટર ઠંડો આથો (કિંમત રૂ. 80,000) મળી આવ્યા હતા. પોલીસે દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ. 2,08,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ગેરકાયદે ભઠ્ઠી ભવાનીગઢનો રહેવાસી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડિયા ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી તેની સામે મૂળી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભવાનીગઢ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવા છતાં સ્થાનિક મુળી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે રેન્જ IGની ટીમે સીધી કાર્યવાહી કરવી પડતાં સ્થાનિક પોલીસની ભૂમિકા અને નિષ્ફળતા સામે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

1 hour ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

2 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

2 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

2 hours ago

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

Surendranagar Sub Jail Custodial Death | સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીનું શંકાસ્પદ સંજોગોમાં…

3 hours ago

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

Sayla Gambling Raid | સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે તાલુકાના સેજકપર ગામની 'ગેહવા' તરીકે ઓળખાતી…

3 hours ago