Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે. ખાસ કરીને વઢવાણ વિસ્તારમાં લીંબડી રોડ અને કોઠારીયા રોડ પર નવી સોસાયટીઓ અને ડેવલોપમેન્ટ વધતા પાણીની સમસ્યા વધુ વિકટ બની છે.

આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદીના અંદરના ભાગે નવી પાણીની પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વઢવાણ નજીક ભોગાવો નદીમાં હાલ પાણી ભરેલું હોવા છતાં, તંત્ર દ્વારા મશીનરી નદીના અંદરના ભાગમાં ઉતારીને જીવના જોખમે ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે.

ડેમથી લઈને પાણીની ટાંકી સુધી નવી પાઇપલાઇન નાખીને મજબૂત નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનો મુખ્ય હેતુ વઢવાણના રહેણાંક વિસ્તારો તેમજ નવી વિકસતી સોસાયટીઓમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવાનો છે.

મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો નદીની અંદર પાઇપલાઇન નાખવાનું આ નેટવર્ક સફળ થશે તો વઢવાણ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પીવાના પાણીની વિકટ સમસ્યાનો અંત આવશે.

હાલ તંત્રની અલગ-અલગ ટીમો આ કામગીરી પૂર્ણ કરવા માટે સતત કામે લાગી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

2 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

2 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

2 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

3 hours ago

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

Surendranagar Sub Jail Custodial Death | સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીનું શંકાસ્પદ સંજોગોમાં…

3 hours ago

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

Sayla Gambling Raid | સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે તાલુકાના સેજકપર ગામની 'ગેહવા' તરીકે ઓળખાતી…

3 hours ago