Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

વઢવાણ ખાતે ધર્મ તળાવના કિનારે આવેલા 150 વર્ષ જૂના ઐતિહાસિક ચરમાળિયા દેવતાના મંદિરે નાગપંચમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

વઢવાણ સ્ટેટ દ્વારા નિર્માણ પામેલા આ ઐતિહાસિક મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસ અને નાગપંચમીના વિશેષ દિવસે વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિત આસપાસના 10થી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આજના દિવસે મંદિરે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. મંદિર પરિસરમાં સાંજે 7 વાગ્યે અને મધ્યરાત્રિએ પણ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાવન દિવસે અનેક ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા, ખુલ્લા પગે તેમજ દંડવત પ્રણામ કરીને મંદિર પહોંચી રહ્યા છે.

લોકોની એવી ગાઢ આસ્થા છે કે ચરમાળિયા દાદાના દરબારમાં શ્રદ્ધાથી મંગાયેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મંદિરના પૂજારી ભુપતભાઈ રાવલના જણાવ્યા અનુસાર, નાગપંચમી નિમિત્તે મંદિરના પટાંગણમાં ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના નાના-મોટા ચકડોળ ધારકો અને વેપારીઓ જોડાયા છે.

ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા, જમવા તેમજ પીવાના પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર વઢવાણ પંથકમાં આજે નાગદેવતાની ભક્તિનો અનેરો મહિમા જોવા મળી રહ્યો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

1 hour ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

2 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

2 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

2 hours ago

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

Surendranagar Sub Jail Custodial Death | સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીનું શંકાસ્પદ સંજોગોમાં…

3 hours ago

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

Sayla Gambling Raid | સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે તાલુકાના સેજકપર ગામની 'ગેહવા' તરીકે ઓળખાતી…

3 hours ago