Surendranagar

ઝાલાવાડમાં સાતમ-આઠમ પર્વમાળાનો પ્રારંભ, આજે નાગ પાંચમની ઉજવણી, કાલથી લોકમેળાઓ ધમધમશે

Zalawad Janmashtami Mela | ઉત્સવપ્રિય ઝાલાવડમાં જન્માષ્ટમી અર્થાત્ સાતમ આઠમની સપ્તાહની પર્વમાળાનો આજે બોળચોથના દિવસે ઘરે ઘરે બાફેલા મગ-રોટલાના જમણ, સાસુ-વહુની કથા સાથે અને ગૌમાતાની પૂજા સાથે ગૃહિણીઓએ ઉજવણી કરી હતી અને આવતીકાલે નાગ પાંચમની ઝાલાવડમાં આવેલા નાગ મંદિરોમાં તેમજ ઘરે ઘરે પણ પરંપરાગત રીતે પાણિયારે નાગનું ચિત્ર બનાવીને પ્રસાદ ધરી, દિવો કરીને ઉજવણી કરાશે.

સુરેન્દ્રનગર મેદાન અને વઢવાણના લોકમેળાની તડામાર તૈયારીઓને આજે આખરી ઓપ અપાયો છે અને બુધવાર તા.૨ સપ્ટેમ્બર રાંધણછઠની સવારે 9 વાગ્યે મેળાનો પ્રારંભ થશે. પાંચ દિવસમાં આશરે 7 લાખ મેદની આવવાનો અંદાજ છે. સુરેન્દ્રનગર ઉપરાંત ધ્રાંગધ્રા અને પાટડીમાં પ્રથમ વખત લોકમેળો યોજાશે.

 

બુધવારથી મોટાભાગના કારખાનાઓ પણ રજાની મજા માણવા બંધ થવાની શક્યતા છે. જ્યારે તા.2થી 6 દરમિયાન અનેક તબીબોના દવાખના પણ બંધ રહેશે જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

તા.3થી 5 સાતમથી નોમ દરમિયાન અનેક વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખતા હોય છે. જો કે હવે કેટલાક વેપારીઓને રજાના દિવસોમાં જ ઘરાકી વધુ હોય છે જેઓ આ સમયે દુકાનો ચાલુ રાખતા હોય છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

1 hour ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

4 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

5 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

5 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

5 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

5 hours ago