Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી ભાવે મળી રહે તે માટે સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ તાલુકા મથકોએ મામલતદારઓની અધ્યક્ષતા માં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકોમાં પ્રજાજનોના હિતને ધ્યાને લઈ નહિ નફો, નહિ નુકસાનના ધોરણે વેચાણ કરવા તથા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અંગે વેપારીઓને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર શહેર ખાતે મામલતદારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને આગામી તા.05.09.2026 સુધીના સમયગાળા માટે ભાવ બાંધણું નક્કી કરવામાં આવ્યું હતું, જે મુજબ ફાફડા ગાંઠિયા રૂ.480કિ.ગ્રા., વણેલા ગાંઠિયા રૂ.460 કિ.ગ્રા., ભાવનગરી ગાંઠિયા, ચવાણું, સેવ, તીખા ગાંઠિયા, વેજી મોહનથાળ, વેજીટેબલ બરફી, ચૂરમું અને બુંદીના લાડવા રૂ.280 કિ.ગ્રા., ગળ્યા સાટા રૂ.250 કિ.ગ્રા., સાદી માવા મીઠાઈ રૂ.480 કિ.ગ્રા. તથા જલેબી રૂ.280 કિ.ગ્રા.ના દરે વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વઢવાણ તાલુકામાં કાચા માલના ભાવ વધારા છતાં ગ્રાહકો પર બોજ ન પડે તે હેતુથી તા.04.09.2026 સુધી વણેલા, ફાફડા ગાંઠિયા રૂ.380 કિ.ગ્રા., ઝીણી સેવ, મૈસૂબ (વેજીટેબલ ઘી) રૂ.260 કિ.ગ્રા., બરફી, ચૂરમું (વેજીટેબલ ઘી) અને ઝીણા ગાંઠિયા રૂ.240 કિ.ગ્રા., બરફી, ચૂરમું (શુદ્ધ ઘી) રૂ.450 કિ.ગ્રા., ફરસાણ રૂ.250 કિ.ગ્રા., ગળ્યા સાટા રૂ.230 કિ.ગ્રા., મોહનથાળ (શુદ્ધ ઘી) રૂ.500 કિ.ગ્રા., મોહનથાળ (વેજીટેબલ ઘી) રૂ.240 કિ.ગ્રા., બુંદીના લાડવા રૂ.210 કિ.ગ્રા. અને ખાંડના લાડવા રૂ.200 કિ.ગ્રા. નક્કી કરવામાં આવ્યા છે.

ચોટીલા તાલુકામાં ગુલાબજાંબુ, મોતીચૂર લાડુ, બેસનના લાડુ, મીઠા સાટા, બુંદી, જલેબી (તેલ), ખમણ અને બરફી, ચૂરમું રૂ.200 કિ.ગ્રા., મોહનથાળ રૂ.250કિ.ગ્રા., મોહનથાળ (શુદ્ધ ઘી) રૂ.540 કિ.ગ્રા., ટોપરાપાક રૂ.320 કિ.ગ્રા., મિશ્ર ચવાણું અને સમોસા રૂ.280 કિ.ગ્રા.,ગાંઠિયા (વણેલા/ફાફડા) રૂ.400 કિ.ગ્રા., ગાંઠિયા (સાદા) રૂ.280 કિ.ગ્રા., જલેબી (ઘી) અને મૈસૂબ (ચોખ્ખું ઘી) રૂ.600 કિ.ગ્રા., ચોળાફળી રૂ.320 કિ.ગ્રા., માવાના પેંડા રૂ.440. કિ.ગ્રા., કેસર પેંડા રૂ.400 કિ.ગ્રા., કાજુ કતરી રૂ.1000 કિ.ગ્રા. અને મૈસૂબ (વેજીટેબલ ઘી) રૂ.300 કિ.ગ્રા.નક્કી કરાયા છે. આ ઉપરાંત કોમશયલ ગેસ સિલિન્ડરનો જ ઉપયોગ કરવો, ખાંડનો જરૂરિયાત મુજબ જ સ્ટોક રાખવો, ગ્રાહકોને તોલમાં ઓછું ન આપવું, વાસી પદાર્થોનો તાત્કાલિક નાશ કરવો અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું ચુસ્ત પાલન કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.

થાન તાલુકામાં વણેલા-ફાફડા ગાંઠિયા રૂ.420કિ.ગ્રા., ઝીણા ગાંઠિયા રૂ.300કિ.ગ્રા., મોહનથાળ અને ચવાણું રૂ.280 કિ.ગ્રા., હલવો રૂ.300 કિ.ગ્રા., જલેબી રૂ.200 કિ.ગ્રા., મોહનથાળ (ચોખ્ખા ઘીનો) રૂ.500 કિ.ગ્રા. અને જલેબી (ચોખ્ખા ઘીની) રૂ.600 કિ.ગ્રા., ખાંડના લાડવા રૂ.180 કિ.ગ્રા., બરફી રૂ.360 કિ.ગ્રા., બુંદીના લાડવા રૂ.220કિ.ગ્રા., ટોપરાપાક રૂ.340 કિ.ગ્રા., પેંડા તથા થાબડી પેંડા રૂ.360કિ.ગ્રા., ગળ્યા સાટા રૂ.200 કિ.ગ્રા., માવાની મીઠાઈ, મિશ્ર મીઠાઈ અને ચોળાફળી રૂ.400 કિ.ગ્રા. તથા કાજુ કતરી રૂ.1100 કિ.ગ્રા. ના દરે વેચવા વેપારીઓ સહમત થયા હતા.

મુળી તાલુકામાં વણેલા-ફાફડા ગાંઠિયા રૂ.420કિ.ગ્રા., ઝીણા ગાંઠિયા રૂ.300કિ.ગ્રા., મોહનથાળ તથા ચવાણું રૂ.280 કિ.ગ્રા., હલવો રૂ.300 કિ.ગ્રા., મોહનથાળ (ચોખ્ખા ઘીનો) રૂ.500 કિ.ગ્રા., ખાંડના લાડવા રૂ.180 કિ.ગ્રા., બરફી, પેંડા અને થાબડી પેંડા રૂ.360 કિ.ગ્રા., બુંદીના લાડવા રૂ.220 કિ.ગ્રા., ટોપરાપાક રૂ.340 કિ.ગ્રા., ગળ્યા સાટા અને જલેબી રૂ.200 કિ.ગ્રા., માવાની મીઠાઈ, મિશ્ર મીઠાઈ અને ચોળાફળી રૂ.400 કિ.ગ્રા., જલેબી (ચોખ્ખા ઘીની) રૂ.600 કિ.ગ્રા. તથા કાજુ કતરી રૂ.1100 કિ.ગ્રા. નક્કી કરવામાં આવ્યા છે.

સાયલા તાલુકામાં તા.05-09-2026 સુધી ખાંડના લાડવા રૂ.160 કિ.ગ્રા., ફાફડા ગાંઠિયા રૂ.300 કિ.ગ્રા., ચવાણું અને ફરાળી ચેવડો રૂ.250 કિ.ગ્રા., બુંદીના લાડવા અને સાટા રૂ.210 કિ.ગ્રા., માવાની મીઠાઈ અને દૂધની મીઠાઈ રૂ.350 કિ.ગ્રા., ટોપરાપાક રૂ.320 કિ.ગ્રા., બરફી ચૂરમું રૂ.160 કિ.ગ્રા., મોહનથાળ રૂ.200 કિ.ગ્રા. તથા સામાન્ય ફરસાણ રૂ.250 કિ.ગ્રા.ના ભાવે વેચવાનો નિર્ણય લેવાયો હતો. તમામ વેપારીઓએ આ નક્કી થયેલા ભાવોનું બોર્ડ પ્રદશત કરવા અને સારી ગુણવત્તાવાળી સામગ્રી વાપરવા સંમતિ દર્શાવી હતી. ધંધાના સ્થળે ભાવોનું બોર્ડ મૂકવા અને શુદ્ધ વસ્તુઓ વાપરવા ભાર મુકાયો હતો. તમામ દુકાનો પર ભાવ બોર્ડ મૂકવું ફરજિયાત બનાવાયું છે.

આ ઉપરાંત ભાવ બોર્ડ પ્રદશત કરવા, ગ્રાહકોને બિલ આપવા, ખાદ્ય તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ટ (ટીપીસી) 25 ટકાથી વધુ ન હોવું અને એફએફએ 2 ટકાથી નીચે રાખવું તેમજ FSSAIની માર્ગદશકાનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી છે. આ ઉપરાંત 120 માઇક્રોનથી ઓછી જાડાઈ વાળા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, તળવાના તેલનો 2 થી 3 વખતથી વધુ ઉપયોગ ન કરવો, માન્યતા પ્રાપ્ત કલરનો જ ઉપયોગ કરવો, તોલમાપ સાધનોનું સ્ટેમ્પિંગ કરાવવું, લોટ-વરખ-ડ્રાયફ્ટ્સની ચોખ્ખાઈ રાખવી તથા પામ તેલનો ઉપયોગ ન કરવા કે માત્ર રજિસ્ટર્ડ કંપનીનું જ પામ તેલ વાપરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

સમગ્ર જીલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદારઓ દ્વારા સરકારી નિયમો, ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈઓ અને નક્કી કરાયેલા ભાવોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત રહેશે. દરેક દુકાનદારે પોતાના વેપારના સ્થળે જાહેર જનતા જોઈ શકે તે રીતે ભાવ બોર્ડ મારવાનું રહેશે. જો કોઈ પણ વેપારી દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે અથવા ભેળસેળયુક્ત કે અસ્વચ્છ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

surendranagarupdate1@gmail.com

Recent Posts

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

4 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

5 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

5 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

5 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

5 hours ago

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

Surendranagar Sub Jail Custodial Death | સુરેન્દ્રનગરની સબજેલમાં સજા કાપી રહેલા એક કેદીનું શંકાસ્પદ સંજોગોમાં…

5 hours ago