સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બદલીઓના પગલે અન્ય જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગર આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવી છે.
આ ફેરફારનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
નવી નિમણૂકો મુજબ, (1) સુરતથી આવેલા જીતેન્દ્રસિંહ રાઠોડને આણંદપુર-ભાડલા (તા.ચોટીલા) (2) દાહોદથી આવેલા રાજેન્દ્રકુમાર બારૈયાને મુળી પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. (3) દાહોદથી બદલી થઈને આવેલા ગિરિરાજસિંહ પરમારને લીંબડી, (4) જ્યારે ભરૂચથી આવેલા ડેનિસ ક્રિશ્ચિયનને ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. (5) અમદાવાદ શહેરથી આવેલા હરદીપસિંહ જાડેજાને સુરેન્દ્રનગર B-ડિવિઝન અને (6) ભરૂચથી આવેલા વિજયસિંહને થાનગઢ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
આ સાથે જ અત્યાર સુધી વધારાનો ચાર્જ સંભાળતા અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. (1) ધાંગધ્રા સીટીનો ચાર્જ PSI એન. એચ. ચુડાસમા પાસેથી, (2) થાનગઢનો ચાર્જ જે. એન. સોલંકી પાસેથી અને (3) લીંબડીનો ચાર્જ PSI એન. એ. ડાભી પાસેથી પરત લેવાયો છે. તમામ 6 નવા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતપોતાના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરજ સંભાળવા આદેશ અપાયા છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…