Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર: PGVCL અને પોલીસનો સપાટો, વીજ લોસ 25% થી ઘટીને સીધો 9% પર પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરી ડામવા માટે PGVCL અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી સઘન ઝુંબેશને અભૂતપૂર્વ સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનના પરિણામે જિલ્લાનો વીજ લોસ 25 ટકાથી ઘટીને માત્ર 9 ટકા થઈ ગયો છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ હોલ ખાતે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત PGVCL ની ટીમોએ પોલીસ સુરક્ષા સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. ખાસ કરીને બુટલેગરો અને ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી મોટાપાયાની વીજચોરી પર તંત્રએ ત્રાટક્યું હતું. થાનગઢ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા ટ્રાન્સફોર્મર (TC) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ PGVCL ને પુરેપુરો સહકાર આપ્યો હતો.

કાર્યક્રમમાં PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી અને જિલ્લા હેડ એન.એન. અમીને પોલીસ વિભાગનું સન્માન કર્યું હતું. આ તકે મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ પણ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

જોકે, સફળતાની સાથે પડકારો પણ હજુ બાકી છે, કારણ કે જિલ્લામાં વીજ ગ્રાહકો પાસેથી હજુ 151 કરોડ રૂપિયાથી વધુની લેણી રકમ વસૂલવાની બાકી છે. આ માટે વિભાગ દ્વારા બાકીદારોના કનેક્શન કાપવાની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 9 ટકાના આ નીચા વીજ લોસને જાળવી રાખવો એ હવે પ્રાથમિકતા રહેશે અને આગામી દિવસોમાં પણ ચેકિંગની આ પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

10 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago