સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અલગ-અલગ ગુનામાં નાસતા-ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન, પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી જયદીપસિંહ ઉર્ફે જે.ડી. ધર્મેન્દ્રસિંહ રાણાને ભલગામડાના શક્તિ માતાજીના મંદિર પાસેથી દબોચી લેવાયો હતો.
જ્યારે બીજા ઓપરેશનમાં, મૂળી પોલીસ મથકના બળજબરીથી રૂપિયા પડાવવાના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી રાજદીપભાઈ જોરૂભા દેવરાને મોરબીના લાલપર પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીકથી હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી ઝડપી લેવાયો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડે આ બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ સ્ટેશન સોંપ્યા છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…