સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મનપાના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વઢવાણના ધારાસભ્યએ શહેરી વિકાસ, સ્વચ્છતા, રોડ-રસ્તાની કામગીરી અને ભૂગર્ભ ગટરની સાફ-સફાઈ સહિતના મહત્વના મૂદ્દાઓ રજૂ કર્યા હતા.
રજૂઆતોના સંદર્ભે મનપા કમિશનરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાના સિવિલ, સેનિટેશન, એસ્ટેટ અને ટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે પણ સમીક્ષા કરી હતી. આ તકે બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવા પણ તાકીદ કરી હતી. બેઠકમાં મનપા કમિશનર ડો.નવનાથ ગ્વાહણે, ધારાસભ્ય જગદીશ મકવાણા, ડેપ્યુટી કમિશનર, એન્જિનિયર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…