Surendranagar

સુરેન્દ્રનગર મનપા અને તાલુકા પંચાયત વચ્ચે ખમીસાણાના દેવીપૂજક પરિવારો અટવાયા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ખમીસાણા ગામનો સમાવેશ થયા બાદ સ્થાનિક વિચરતી અને વિમુક્ત જાતિના દેવીપૂજક સમુદાયના પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 100 ચોરસ વારના પ્લોટ પર આ પરિવારોએ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન નિર્માણ કર્યું છે. યોજનાના 1 અને 2 હપ્તા મળી ગયા છે, પરંતુ મકાન પૂર્ણ થયા બાદ ત્રીજા હપ્તાની રકમ મેળવવા માટે ‘કમ્પ્લીશન સર્ટિફિકેટ’ અનિવાર્ય છે.

વહીવટી ગુંચવણને કારણે તાલુકા પંચાયત આ પ્રમાણપત્ર આપવાની ના પાડી રહી છે, જ્યારે મહાનગરપાલિકા કચેરી આ જવાબદારી પંચાયતની હોવાનું જણાવી રહી છે. બંને કચેરીઓના ધક્કા ખાતા 20 થી વધુ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જરૂરિયાતમંદ પરિવારો સરકારી સહાયથી વંચિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago