સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી છે.મળતી વિગત મુજબ, TC ની બાજુમાં પડેલો કચરો અજાણ્યા વ્યક્તિ દ્વારા સળગાવવામાં આવતા તેની ઝપેટમાં ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર આવી ગયું હતું. આગને કારણે TC ના વાયરો બળીને ખાખ થઈ ગયા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ વીજ વિભાગના કર્મચારીઓએ સ્થળ પર દોડી આવી નવું વાયરિંગ અને જોડાણ કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો.
ઉનાળાની ગરમી વચ્ચે વીજળી ગુલ થતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.પરંતુ તંત્રની સમયસૂચકતાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં વધતી આગની ઘટનાઓએ ચિંતા જગાવી છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…