Surendranagar

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત છે.

કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા લાંબા સમયથી પગારની ચુકવણી ન કરવામાં આવતા આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પણ હવે આ શ્રમિકો માટે મુશ્કેલ બન્યું છે. જેના પગલે આજે કર્મચારીઓએ એકઠા થઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

કર્મચારીઓએ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આગામી 19 મે સુધીમાં તેમના બાકી પગારની ચુકવણી કરવામાં નહીં આવે, તો તેઓ તમામ સ્મશાન ગૃહોને તાળાબંધી કરી દેશે. સ્મશાનમાં થતી તમામ અંતિમવિધિ અને અન્ય કામગીરી ઠપ કરવાની ચીમકી આપતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

સ્મશાનના કર્મચારીઓએ માંગ કરી છે કે, કોન્ટ્રાક્ટ એજન્સી સામે કડક પગલાં ભરીને તાત્કાલિક તેમના હકનો પગાર ચૂકવવામાં આવે.

User 3

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago