Subscribe for notification
Categories: Sayla

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. આ કારની તલાશી લેતા પાછળની ડેકીમાં રાખેલી સૂટકેસ અને થેલામાંથી વિદેશી દારૂની 40 બોટલો મળી આવી હતી.

પોલીસે 1,22,500 ની કિંમતનો દારૂ અને 5,00,000 ની કાર મળી કુલ 6,22,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ શખ્સની ઓળખ પ્રવીણભાઈ જેસીંગભાઇ રોજાસરા (રહે. કોરડા, તા. ચુડા) તરીકે થઈ છે, જે 8 મહિના પહેલા જ આર્મીમાંથી નિવૃત્ત થયા છે.

પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ આર્મી કેન્ટીનમાંથી આ દારૂનો જથ્થો લાવ્યા હતા અને આણંદ તરફ જઈ રહ્યા હતા. સાયલામાં મિત્રને મળવા રોકાયા ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. નિયમ મુજબ તેમની પાસે માત્ર 5 બોટલ રાખવાની પરમિટ હતી, પરંતુ તેમની પાસે 40 બોટલોનો જથ્થો હતો અને તે સમયે પરમિટ પણ હાજર નહોતી. સાયલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

12 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

12 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

12 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

12 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

12 hours ago

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના…

13 hours ago