Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગરની સવા આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સર્જરીનો પ્રારંભ

સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં જ ઉપલબ્ધ એવી Robotic Surgery અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સુવિધાઓ હવે ઝાલાવાડના દર્દીઓ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની છે.

આ નવા વિભાગોનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં 600 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને દવાઓનો લાભ લીધો હતો.

હોસ્પિટલના ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજી દ્વારા ગોઠણના ઓપરેશનમાં 100% ચોકસાઈ અને ઝડપી રિકવરી મેળવી શકાય છે. આ ઉપરાંત, RIRS લેસર ટેકનોલોજી દ્વારા પથરીની સારવાર કોઈપણ કાપકૂપ વગર શક્ય બનશે.

ટ્રસ્ટી ડી.વી. શાહના સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી હવે સુરેન્દ્રનગરના દર્દીઓએ ગંભીર બીમારીઓની સારવાર માટે અમદાવાદ કે રાજકોટ સુધી લંબાવવું નહીં પડે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના…

5 hours ago

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના કેસમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી…

5 hours ago

લીંબડીના રળોલ ગામે 12.40 લાખ લીટર ક્ષમતા ધરાવતા સમ્પનું ખાતમુહૂર્ત

લીંબડી તાલુકાના રળોલ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય…

1 day ago

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

2 days ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

2 days ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

2 days ago