Categories: Uncategorized

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળી તાલુકાના લીયા ગામની સીમમાં આવેલ વાડીના શેઢે ઝાડ કાપી તેની ડાળીઓ બાજુમાં આવેલ ખેતરમાં નાખવા બાબતે બોલાચાલી થતા સામ સામે બે જુથો વચ્ચે લોખંડના ધારીયા, સોરીયુ સહિતના હથિયારો વડે મારામારી થતા સામ સામે મહિલાઓ સહિત ૦9 શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુળીના લીયા ગામે રહેતા ફરિયાદી મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયાએ લીયા ગામની સીમમાં વીડ તરીકે ઓળખાતી સીમમાં ભાગવી જમીન વાવેતર કરવા રાખી હતી. જે વાડીની બાજુમાં કોંઢ ગામના ચાર શખ્સો અવાર નવાર આવી ફરિયાદીના પત્ની સાથે ગેરવર્તન કર્યા કરતા હતા. જેમાં ફરિયાદીના વાડીના શેઢે આવેલ ઝાડના ડાળીઓ કાપીને ફરિયાદીના વાડીમાં નાખતા આ અંગે ફરિયાદીએ વનરાજભાઈના ભાગીયાને જણાવતા તે બાબતનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ એક સંપ થઈ ગાળો આપી લોખંડના ધારીયા અને લોખંડની એંગલ વડે ફરિયાદીને માર મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ વચ્ચે છોડાવવા પડેલ ફરિયાદીના પત્ની, ભાઈ, ભાઈની પત્ની સહિતનાઓને પણ મુંઢ મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ મુળી પોલીસ મથકે ચાર શખ્સો (1) વનરાજભાઈ મશરૂભાઈ ચિત્રા (2) બાબાભાઈ મશરૂભાઈ ચિત્રા (3) નરવીનભાઈ ગગજીભાઈ ચિત્રા અને (4) મશરૂભાઈ ચિત્રા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ધ્રાંગધ્રાના કોંઢ ગામે રહેતા ફરિયાદી વનરાજભાઈ મશરૂભાઈ ચિત્રાએ પણ 05 શખ્સો (1) મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયા (2) જેરામભાઈ ડોહલભાઈ મારૂણીયા (3) રાહુલભાઈ ડોહલભાઈ મારૂણીયા (4) મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયાના પત્ન અને (5) જેરામભાઈ ડોહલભાઈ મારૂણીયાના પત્ની સામે લોખંડના સોરીયા અને એંગલ વડે મારમારી ઈજાઓ પહોંચાડયાની અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago