Subscribe for notification
Categories: Surendranagar

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયા નામના ખેડૂતે વ્યાજ માફિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા.

મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં વ્યાખોરો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા.

જમીન લખી આપી હોવા છતાં આ ત્રણ વ્યાજખોરોની લાલચ શાંત થઈ નહોતી. તેઓ સતત ખેડૂત પાસે વધારાના 3 લાખ રૂપિયાની માંગણી કરી છેલ્લા 15 દિવસથી ફોન પર ધમકીઓ આપતા હતા. આ પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસને કારણે આશાસ્પદ ખેડૂતે અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે મૂળી પોલીસે દેવાયતભાઈ રબારી (રહે. ગઢડા), કાળુભાઈ ભરવાડ અને દીલાભાઈ ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મકાન કામના…

11 hours ago