ચૈત્રી પૂનમ નિમિત્તે અમદાવાદ, વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો પગપાળા ચોટીલા જઈ રહ્યા છે. આ પદયાત્રીઓની સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાઈવે પર રહેવા, જમવા અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
દરમિયાન સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા અને ફૂંકાયેલા તેજ પવનને કારણે લીંબડી નેશનલ હાઈવે પર છાલિયા તળાવ પાસે પદયાત્રીઓ માટે ઉભા કરવામાં આવેલા સેવા કેમ્પના મંડપના લોખંડના એંગલો અને કાપડ ધરાશાયી થઈ ગયા હતા.
આ દુર્ઘટના સમયે કેમ્પમાં આરામ કરી રહેલા બે પદયાત્રીઓ મંડપ નીચે દબાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે લીંબડીની R.R. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
મંડપ તૂટી પડવાની આ ઘટનાને પગલે કેમ્પમાં આરામ કરી રહેલા અન્ય પદયાત્રીઓમાં પણ ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સેવાભાવી કાર્યકરો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. હાલમાં વાતાવરણની અનિશ્ચિતતાને જોતા હાઈવે પરના અન્ય સેવા કેમ્પના સંચાલકોને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. પદયાત્રીઓને પણ ખુલ્લા મેદાન કે મજબૂત આશ્રયસ્થાનમાં રોકાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…