Limbdi

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. લીંબડીમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પત્તાની જેમ વિખેરાઈ ગયું છે.

લીંબડી શહેર ‘આપ’ પ્રમુખ અનિલ સિંગલ સહિતના અગ્રણી હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાં આપી દીધા છે. આખી ટીમે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડા (Amit Chavda)ના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષપલટો કર્યો છે.

રાજીનામું આપનારાઓમાં મહિલા પ્રમુખ અસ્મિતાબા, OBC ચેરમેન ભરત માળી, અને અનુસૂચિત જાતિના ચેરમેન મયુર દુલેરા જેવા 10 થી વધુ મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે.

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આ પ્રકારની ભાંગતોડની રાજનીતિથી આમ આદમી પાર્ટી માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનામાં જ આ ટીમ કોંગ્રેસ છોડીને ‘આપ’ માં જોડાઈ હતી, પરંતુ ટૂંકા ગાળામાં ફરી ‘ઘર વાપસી’ કરતા રાજકારણમાં ચર્ચાઓ જાગી છે.

ઉપ-પ્રમુખ નટુભા ઝાલા અને સંગઠન મંત્રી રાઠોડ સહિતના નેતાઓના જવાથી લીંબડીમાં આમ આદમી પાર્ટીનું માળખું નબળું પડ્યું છે. હવે આગામી ચૂંટણીમાં આ ફેરફારની અસર મતોના સમીકરણો પર કેવી પડશે તે જોવું રહ્યું.

surendranagarupdate1@gmail.com

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago