લીંબડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે લાંબા સમય બાદ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણા ખાતે તેમનો 94મો જન્મજયંતી મહોત્સવ ઉજવી, વિહાર કરીને 11 વર્ષ પછી લીંબડી પધાર્યા છે.
આ પ્રસંગે જૈન સમાજ અને સ્થાનિક વેપારીઓ દ્વારા ઉટડીના પુલથી શહેરના મુખ્ય માર્ગો પર વાજતે-ગાજતે ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. મહિલાઓએ મંગળ કળશ સાથે ગુરુદેવનું સ્વાગત કર્યું હતું.
પોતાના પ્રવાસ દરમિયાન મહારાજ સાહેબે લીંબડી મહાજન પાંજરાપોળની મુલાકાત લઈ અબોલ પશુઓને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ નૂતન ઉપાશ્રય અને બાહુજિન સ્વામી જિનાલય ખાતે ભાવિકોને માંગલિકનું શ્રવણ કરાવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં રવિલાલભાઈ શાહ, મુકેશભાઈ શેઠ અને પ્રકાશભાઈ સોની સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામૈયા બાદ પુરીબાઈની ધર્મશાળામાં નવકારશી અને સંઘ સ્વામીવાત્સલ્યનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…