Dhrangadhra

ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ધ્રાંગધ્રા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સીટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પુનિતનગર વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ઇન્ચાર્જ PSI અને તેમની ટીમે તાત્કાલિક તે મકાન પર ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન મકાનમાંથી વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ 3327 બોટલો અને બિયરના 240 ટીન મળી આવ્યા હતા. પોલીસે અંદાજે 2,53,492 રૂપિયાની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા મનુભા જાડેજા પોલીસના હાથે લાગ્યો ન હતો અને તે ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago