ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપર ગામના ઉકાભાઇ જેરામભાઈ ભરમાણી અને તેમના કુટુંબીજનો રિક્ષામાં સવાર થઈ નરાળી ગામે લૌકિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર એક બાઈક ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
બાઈકની ટક્કર લાગતા રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર ઉકાભાઇ સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયા બાદ ઉકાભાઇએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર બાઈક સવારની શોધખોળ શરૂ કરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…