સ્થાનિક તંત્રએ સરકારી કાગળ પર સુધારો કરી સંતોષ માન્યો રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્રના ઇરાદાપૂર્વક ઢીલી નીતિ રાખતું હોવાની ચર્ર્ચા
ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે નર્મદા કેનાલને અડીને આવેલી કરોડોની કિંમતની ગૌચર જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેચડા રોડ પર સર્વે નંબર ૩૬૨ની આ જમીનને અગાઉ ભૂમાફિયાઓએ મેલી મુરાદ સાથે ખાનગી માલિકીના ૭/૧૨ના ઉતારામાં ચડાવી દીધી હતી.
રજૂઆત બાદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આ જમીનને ખાનગી નામેથી હટાવી ફરી ગૌચર જાહેર કરી હતી. જોકે, આ સુધારો માત્ર સરકારી ચોપડે જ સીમિત રહ્યો છે, કારણ કે સ્થળ પર હજુ પણ ગેરકાયદેસર કબજો યથાવત છે અને ત્યાં વાવેતર પણ કરવામાં આવ્યું છે.
સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ જમીન પર કબજો જમાવનાર શખ્સો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તાલુકા પંચાયત કે તલાટી મંત્રી દબાણ હટાવવાની હિંમત કરી રહ્યા નથી. નિયમ મુજબ ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે, પરંતુ અહીં ઈરાદાપૂર્વક ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું જણાય છે. કૌભાંડ ઉજાગર થયાના એક વર્ષ બાદ પણ ભૂમાફિયાઓ બેખોફ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે હવે તંત્ર આ કિંમતી જમીન ક્યારે મુક્ત કરાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…