ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સપ્તાહે આવેલા મીની વાવાઝોડાને કારણે વીજ પોલ અને લાઈનોમાં સર્જાયેલી ખામી હજુ સુધી સુધારવામાં આવી નથી. પિયત માટે વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં PGVCL કચેરીએ ઉમટી પડ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો.
અગાઉ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. PGVCLના અધિકારીઓએ આગામી શુક્રવાર બપોર સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની હૈયાધારણા આપી છે. જો કે, ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં વીજળી શરૂ નહીં થાય તો તેઓ રેલી કાઢી જલદ આંદોલન કરશે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…