Subscribe for notification
Categories: Dhrangadhra

ધ્રાંગધ્રામાં ખેડૂતને અંધારામાં રાખી જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ફરિયાદ

ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત પ્રેમજીભાઈ લકુમને રૂપિયા 6 લાખની જરૂરિયાત હોવાથી તેમણે સ્થાનિક શખ્સ શની લામકાનો સંપર્ક કર્યો હતો.

શની લામકા અને સંજય સરૈયાએ ખેડૂતને નાણાં ઉછીના આપવાના બહાને લખાણ કરવા માટે રજિસ્ટ્રાર કચેરીએ બોલાવ્યા હતા. અહીં ખેડૂતને અંધારામાં રાખી, અંગ્રેજી લખાણ ધરાવતી ‘પાવર ઓફ એટર્ની’ પર સહી કરાવી લેવામાં આવી હતી.

ત્યારબાદ આ શખ્સોએ જમીનનો 25% હિસ્સો સુરેશ રાતડિયાને વેચાણ કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ખેડૂતે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે (1) શની લામકા, (2) સંજય સરૈયા, (3) સાક્ષી ચંદ્રેશ ગોલતર અને (4) જમીન ખરીદનાર સુરેશ રાતડિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ટોળકી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago