ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઈવે પર ટોલ બુથ નજીક ડાક્ટર પાસે પોલીસની ખોટી ઓળખ આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરતી એક રીઢા ગુનેગારોની ગેંગને બજાણા પોલીસ અને સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ધાંગધ્રામાં ડાક્ટર તરીકે ફરજ બજાવતા આશિષ શાહ પોતાની સોનેટ ગાડીમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ટોળકીએ વાહન ચેકિંગના બહાને તેમને અટકાવ્યા હતા.
ટોળકીના સભ્યોએ પોલીસ યુનિફોર્મ અને સાદા કપડામાં સજ્જ થઈ પોતાની ઓળખ આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) અને પોલીસ કર્મચારી તરીકે આપી હતી. તેમણે ડાક્ટરની ગાડીના ફોટા પાડી, અંદરથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું નાટક કરી એનડીપીએસના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. જોકે, ડાક્ટરે આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ ગેંગમાં હિંમતનગરનો એક પોલીસ કોન્સ્ટેબલ વૈભવસિંહ વાઘેલા અને આશિફશા ઇકબાલશા દીવાનભાઇ (વૈભવસિંહ પોતાની સાથે લાવ્યા હતા)ને અગાઉ બજાણા પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે હંમતનગરમાં રહેતા અને ભૂવા તરીકે જાણીતા બનેલા કેતન હસમુખલાલ રાવલ, નિલેશ રામાનુજ (પ્લમ્બર), હિતેશ પંચાલ (ફોટોગ્રાફર) અને કૃપાબેન પંચાલને ઝડપી પાડયા છે. પોલીસે ઘટનામાં વપરાયેલી બે કાર અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૦,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં આ ગેંગે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે ‘તોડ’ કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…