ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર થયેલા જીવલેણ હુમલા અને લૂંટના કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાર શખ્સોની ટોળકીએ દંપતી પર ધારિયા વડે હુમલો કરી મહિલાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા સિટી પોલીસે છેલ્લા 10 દિવસથી નાસતા ફરતા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસ તેમને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કેસમાં હજુ પણ ફરાર છત્રપાલસિંહ ઉર્ફે સતુભા અને કેતન મકવાણાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…