ધ્રાંગધ્રામાં ડોકટર હાઉસ હોસ્પિટલ ચલાવતા ડો. આશિષ શાહને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી તોડ કરવાનો સનસનીખેજ પ્રયાસ સામે આવ્યો છે. 11 માર્ચના રોજ તબીબ પોતાની કારમાં અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે માલવણ ટોલ ટેક્સ પાસે એક મહિલા અને ત્રણ શખ્સોએ અધિકારી હોવાની ઓળખ આપી તેમની કાર રોકાવી હતી.
તપાસના બહાને આ ટોળકીએ કારમાંથી સફેદ પાવડરની પોટલી કાઢી તેને ડ્રગ્સ હોવાનું કહી તબીબ પર દબાણ બનાવ્યું હતું. તબીબને શંકા જતાં તેમણે પ્રતિકાર કર્યો હતો, જેથી ટોળકી ત્યાંથી જતી રહી હતી.
ત્યારબાદ કેતનભાઈ હસમુખભાઈ રાવલ નામના શખ્સે પોતે IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) માં હોવાનું કહી ફોન પર તબીબને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદ ન કરવા દબાણ કર્યું હતું. જોકે, તપાસ કરતા આ શખ્સ નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે તબીબે બજાણા પોલીસ મથકે કેતન રાવલ અને એક અજાણી મહિલા સહિત 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…