સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના ભાસ્કરપરા ગામ પાસે પુરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે રાજકોટથી બહુચરાજી જઈ રહેલા પદયાત્રીઓના સંઘને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરૂષો સહિત કુલ 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતા જ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, પોલીસ કાફલો, ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક આદિત્ય રમેશ ગોકનીયાની (રહે.ઝમર ગામ, તા. લખતર)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને લખતરની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા X (ટ્વિટર) પર લખ્યું કે, “સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. મેં મારા પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”
SP વેદિકા બિહાનીના જણાવ્યા અનુસાર, રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ પસાર થઈ રહ્યો હતો. છારદ ગામ પાસે નાઇટ હોલ્ટ માટે જઇ રહ્યો હતો ત્યારે, મધ્ય રાત્રીએ એક ટ્રકનો ચાલક ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે પાછળથી આવતા બેકાબુ ડમ્પર ફરી વળતા 6 પદયાત્રીઓ અને ટાયર બદલી રહેલા યુવાનને કચડી નાખ્યા હતા. ટ્રક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. ચાલક લખતરના ઝમર ગામનો જ વતની છે તેમજ તે રાજકોટથી લખતર તરફ આવી રહ્યો હતો.
ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમારે મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય પી.કે. પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,’ રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો.
| ક્રમ | નામ | ઉંમર | રહેવાસી |
| 1 | મસાભાઈ કરશનભાઇ મુંધવા | 59 વર્ષ | ખારસીયા, રાજકોટ |
| 2 | જાલુબેન મસાભાઈ મુંધવા | 57 વર્ષ | ખારસીયા, રાજકોટ |
| 3 | રાણીબેન મંગાભાઇ લોબરીયા | 45 વર્ષ | RTO પાસે, રાજકોટ |
| 4 | જાલુબેન વેલાભાઈ મુંધવા | 45 વર્ષ | ડુંગરપુર, રાજકોટ |
| 5 | વિજુબેન પ્રવીણભાઈ મુંધવા | 45 વર્ષ | છતરગામ, મોરબી |
| 6 | વજીબેન વિભાભાઈ મુંધવા | 52 વર્ષ | છતરગામ, મોરબી |
| 7 | જયદીપભાઈ હરદીપભાઇ સાપરા | – | શીયાણી, સુરેન્દ્રનગર |
આભ ફાટી પડ્યું
મૃતકના સ્વજન વનરાજભાઈ મુંધવાએ જણાવ્યું કે, “અમારા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મારા મોટાબાપુ, મોટીબા, ફઈ અને ભાભી એમ એક જ ઘરના ચાર સભ્યોના આ અકસ્માતમાં મોત થયા છે. અમે કલ્પના પણ નહોતી કરી કે શ્રદ્ધાની આ યાત્રા આટલી ઘાતકી સાબિત થશે.”
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…