Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

surendranagarupdate1@gmail.com 13 April 2026
truck hit pedestrian at Bhaskarpara Village lakhtar 7 dead

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના ભાસ્કરપરા ગામ પાસે પુરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે રાજકોટથી બહુચરાજી જઈ રહેલા પદયાત્રીઓના સંઘને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરૂષો સહિત કુલ 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતા જ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, પોલીસ કાફલો, ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક આદિત્ય રમેશ ગોકનીયાની (રહે.ઝમર ગામ, તા. લખતર)ની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે મૃતદેહને લખતરની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

Join Our WhatsApp Group

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા X (ટ્વિટર) પર લખ્યું કે, “સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. મેં મારા પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

કેવી રીતે સર્જાયો અકસ્માત?

SP  વેદિકા બિહાનીના જણાવ્યા અનુસાર, રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ પસાર થઈ રહ્યો હતો. છારદ ગામ પાસે નાઇટ હોલ્ટ માટે જઇ રહ્યો હતો ત્યારે, મધ્ય રાત્રીએ એક ટ્રકનો ચાલક ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે પાછળથી આવતા બેકાબુ ડમ્પર ફરી વળતા 6 પદયાત્રીઓ અને ટાયર બદલી રહેલા યુવાનને કચડી નાખ્યા હતા. ટ્રક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. ચાલક લખતરના ઝમર ગામનો જ વતની છે તેમજ તે રાજકોટથી લખતર તરફ આવી રહ્યો હતો.

ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમારે મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય પી.કે. પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,’ રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા કમનસીબ પદયાત્રીઓની યાદી

ક્રમ નામ ઉંમર રહેવાસી
1 મસાભાઈ કરશનભાઇ મુંધવા 59 વર્ષ ખારસીયા, રાજકોટ
2 જાલુબેન મસાભાઈ મુંધવા 57 વર્ષ ખારસીયા, રાજકોટ
3 રાણીબેન મંગાભાઇ લોબરીયા 45 વર્ષ RTO પાસે, રાજકોટ
4 જાલુબેન વેલાભાઈ મુંધવા 45 વર્ષ ડુંગરપુર, રાજકોટ
5 વિજુબેન પ્રવીણભાઈ મુંધવા 45 વર્ષ છતરગામ, મોરબી
6 વજીબેન વિભાભાઈ મુંધવા 52 વર્ષ છતરગામ, મોરબી
7 જયદીપભાઈ હરદીપભાઇ સાપરા – શીયાણી, સુરેન્દ્રનગર

આભ ફાટી પડ્યું

મૃતકના સ્વજન વનરાજભાઈ મુંધવાએ જણાવ્યું કે, “અમારા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મારા મોટાબાપુ, મોટીબા, ફઈ અને ભાભી એમ એક જ ઘરના ચાર સભ્યોના આ અકસ્માતમાં મોત થયા છે. અમે કલ્પના પણ નહોતી કરી કે શ્રદ્ધાની આ યાત્રા આટલી ઘાતકી સાબિત થશે.”

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhaskarpara Village (Ta. Lakhtar) ભાસ્કરપરા ગામ (તા.લખતર)

Post navigation

Previous: સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ
Next: સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

Related News

Lakhtar Road Corruption

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Highway Bulls Fight

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add