Thangadh

થાનના ખાખરાથળમાંથી રૂ. 2.87 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીની ધરપકડ

Thangadh Gambling Raid | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે પોલીસ વિભાગ (Police Department) દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Surendranagar LCB) અને થાનગઢ પોલીસ (Thangadh Police) ની ટીમે બાતમીના આધારે થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામની સીમમાં રેડ (Raid) પાડી હતી. અહીં સીમ વિસ્તારમાં બાવળની ગીચ આડમાં લપાઈને મોટા પાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે અચાનક દરોડો પાડી જુગાર રમતા કુલ ૭ જેટલા શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ રેડ દરમિયાન પકડાયેલા ઇસમોમાં જયેશભાઈ ગોકળભાઈ (રહે. તરણેતર), દેવરાજભાઈ ધીરજભાઈ (રહે. ખાખરાથળ), કમલેશ પભાભાઈ (રહે. ખાખરાથળ), મનજીભાઈ જેરામભાઈ (રહે. ખાખરાથળ), અજયભાઈ હેમુભાઇ (રહે. તરણેતર), સુરેશભાઈ નરસિંહભાઈ (રહે. નળખંભા) અને સૂર્યદીપસિંહ ભગીરથસિંહ (રહે. ખાખરાળા) નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ જુગારીઓની સ્થળ પરથી અટકાયત (Arrest) કરી લીધી છે.

આ દરોડા દરમિયાન પોલીસ ટીમે જુગારના પટમાંથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન (Mobile Phones) અને વાહનો સહિત કુલ રૂ. 2.87 લાખ (Rs 2.87 Lakhs)નો મુદ્દામાલ જપ્ત (Seized) કર્યો છે. થાનગઢ પોલીસે તમામ પકડાયેલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો (FIR) દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી પંથકના ખાનગી જુગારધામ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago