સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદેસર ખનન બાદ ખુલ્લી છોડાયેલી ખાણો હવે જીવલેણ સાબિત થઈ રહી છે. થાનના દેવપરા ગામની સીમમાં આવેલી એક પથ્થરની ખાણમાં ડૂબી જવાથી 23 વર્ષીય યુવક રોહિત મનજીભાઈ મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 12 કલાકમાં થાન તાલુકામાં ખાણમાં ડૂબી જવાની આ બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રોહિત સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દેવપરાની સીમમાં ખાણ પાસે તેના કપડાં અને ચપ્પલ મળી આવતા તે પાણીમાં ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટર ટીમે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, યુવક નહાવા પડ્યો હોય ત્યારે ડૂબી ગયો હોવાનું મનાય છે.
સ્થાનિકોની માંગ છે કે ભૂમાફિયાઓ દ્વારા ખોદવામાં આવેલી આવી જોખમી ખાણોને તંત્ર દ્વારા સત્વરે પુરી દેવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…