Subscribe for notification
Categories: Thangadh

થાન રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત

થાન રેલવે સ્ટેશન નજીક ગત રાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થાન શહેરના રહીશ રતુબેન ભરતભાઈ પાદેવાડિયા (ઉંમર વર્ષ 45) તરીકે થઈ છે. રેલવે પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોને જાણ કરી છે. આ અકસ્માત આકસ્મિક રીતે ટ્રેક ક્રોસ કરતી વખતે થયો કે અન્ય કોઈ કારણોસર, તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago