Thangadh

થાનમાં મિની વાવાઝોડામાં 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડ્યા, લાખોનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.

ગત તા. 20 ના રોજ ફૂંકાયેલા જોરદાર પવનને કારણે થાન શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા અંદાજે 20 થી વધુ સિરામિક એકમોના શેડના પતરા હવામાં ઉડી ગયા હતા. આ કુદરતી આફતને કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વાવાઝોડાની સાથે વરસાદ ખાબકતા સિરામિક ફેક્ટરીઓમાં રાખેલો કાચો માલ અને મશીનરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, વીજળીના થાંભલા ધરાશાયી થતાં અનેક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને મંદીને કારણે થાનનો સિરામિક ઉદ્યોગ પહેલેથી જ સંકટમાં હતો, ત્યારે હવે કુદરતના આ પ્રકોપે ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જી છે.

સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક લઘુ ઉદ્યોગો હવે બંધ થવાની અણી પર છે. આ કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગકારોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવીને ખાસ આર્થિક પેકેજ (Special Package) જાહેર કરવાની માંગ કરી છે, જેથી આ ઐતિહાસિક ઉદ્યોગને ફરી બેઠો કરી શકાય.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago