Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી: ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ જાહેર કરવામાં આવતા જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા ‘કમલમ’ ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના પૂર્વ મેયર મીનાબેન પટેલ અને મહેશભાઈ મોદી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે જ 250 થી વધુ ઈચ્છુક દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. ટૂંકા સમયગાળાને જોતા આગામી 1 સપ્તાહમાં જ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટિકિટ મેળવવા માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago