સુરેન્દ્રનગર જિલ્લાના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26માં “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ” (DLSS) શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી અને નિયત માપદંડો પૂર્ણ કરતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી પામનાર શાળાઓએ રમતગમતના મેદાનો સાથે 200 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને અદ્યતન ઇન્ડોર-આઉટડોર રમત સુવિધાઓ પૂરી પાડવાની રહેશે.
પસંદગી પ્રક્રિયામાં એવી શાળાઓને અગ્રતા આપવામાં આવશે જે ઓછામાં ઓછી 3 એકર જમીન ધરાવતી હોય અને છેલ્લા 3 વર્ષમાં બોર્ડની પરીક્ષામાં લઘુત્તમ 70 ટકા પરિણામ મેળવ્યું હોય.
રસ ધરાવતી શાળાઓએ જરૂરી આધાર-પુરાવા સાથે 08 એપ્રિલ 2026 સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી ખાતે અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, અગાઉ અરજી કરનાર શાળાઓએ પણ આ પ્રક્રિયા હેઠળ ફરીથી નવી અરજી કરવી ફરજિયાત છે. આ પહેલથી જિલ્લાના ઉભરતા ખેલાડીઓને અભ્યાસની સાથે રમતગમતમાં પણ પ્રોફેશનલ ટ્રેનિંગ મળી રહેશે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…