ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરની કારદારની શેરીમાં એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસની આ રેઇડ દરમિયાન ઇમરાનભાઈ યુનુશભાઈ મલેક નામનો શખ્સ વરલી મટકાના આંકડા લખતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વરલી મટકાનું જુગાર સાહિત્ય અને રોકડ રકમ 2,220 રૂપિયા કબજે કરી છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…